Online Gujarat , Job Portal For Gujarat, Gujarat Best Educational WebSite. Gk, Ojas Jobs, Tet, Tat, Htat, Gpsc, Upsc, Gseb, Study Material, Exams, Results, Call Latters.

GSSSB SUB ACCOUNTANT/ SUB AUDITOR RESULT DECLARE

GSSSB SUB ACCOUNTANT/ SUB AUDITOR RESULT DECLARE
અગત્યની જાહેરાત
જાહેરાત ક્રમાંકઃ ૪૬/૨૦૧૫૧૬, સબ એકાઉન્ટન્ટ/ સબ ઓડિટર વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે તા.૧૩/૦૯/૨૦૧૫ના રોજ લેવાયેલ લેખિત પરીક્ષા કસોટીના અંતે પસંદગી/પ્રતિક્ષાયાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવેલ છે તેવા ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી કાર્યક્રમની ઉમેદવારો માટેની સૂચનાઓ. સબંધિત ઉમેદવારોને તારીખવાર મુજબ નીચેના સ્થળે સ્વખર્ચે હાજર રહેવાનું જણાવવામાં આવે છે.
સ્થળઃ-
સ્ટાફ ટ્રેનિંગ કોલેજ, ચ-૫ ફુવારા પાસે, સેકટર-૧૭, ગાંધીનગર. હાજર રહેવાની તારીખ તથા સમય: અહી ક્લીક કરો.
૧. તમામ ઉમેદવારો માટેની સૂચનાઃ
(૧) તમામ ઉમેદવારોએ ઉ૫રોકત સ્થળે નીચેના અસલ પ્રમાણપત્રો /દસ્તાવેજો અને તેનો , સ્વ-પ્રમાણિત ૧ ઝેરોક્ષ સેટ તેમજ પાસપોર્ટ સાઇઝનો ફોટો અચુક સાથે લાવવાના રહેશે.
સ્નાતકની માર્કશીટ તથા ડીગ્રી સર્ટીફિકેટધોરણ-૧૨ની માર્કશીટધોરણ-૧૦ની માર્કશીટશાળા છોડયાનું પ્રમાણપત્ર
(ર) સામાન્ય વહીવટ વિભાગના તા.૧૩/૦૮/૨૦૦૮ના ઠરાવ મુજબનું કોમ્પ્યુટરના બેઝીક નોલેજ બાબતનું પ્રમાણપત્ર
(૩) એસ.સી./એસ.ટી./એસ.ઇ.બી.સી. વર્ગના ઉમદવારો માટે જાતિ અંગેનું સક્ષમ અધિકારી ધ્વારા અપાયેલ પ્રમાણપત્ર
(૪) સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ ઉન્નત વર્ગમાં સમાવેશ થતો ન હોવા અંગેનું નિયત નમૂનાનું સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના તા.૬/૨/૧૯૯૬ના ઠરાવથી નિયત થયેલ પરિશિષ્ટ-ક (ગુજરાતી)ના નમૂનામાં તા.૦૧/૦૪/૨૦૧૪ થી તા.૩૧/૦૩/૨૦૧૫ના સમયગાળાની આવકને ધ્યાને લઈ, તા.૦૧/૦૪/૨૦૧૫ થી તા.૨૭/૦૪/૨૦૧૫ સુધીના સમયગાળાનું ઉન્નત વર્ગમાં સમાવેશ થતો ન હોવા અંગેનું પ્રમાણપત્ર અરજીમાં દર્શાવ્યા મુજબના પ્રમાણપત્રના નંબર અને તારીખવાળું લાવવાનું રહેશે. રાજય સરકારની નોકરીઓ માટેનું પરિશિષ્ટ-ક માં ગુજરાતી પ્રમાણપત્ર જ માન્ય ગણાશે.
(૫) વિકલાંગ ઉમેદવારોએ સામાન્ય વહીવટ વિભાગના તા.૦૧/૧૨/૨૦૦૮ના પરિપત્ર ક્રમાંકઃપરચ/૧૦૨૦૦૮/૪૬૯૫૪૦/ગ-૨ થી નિયત થયેલ સુપ્રિન્ટેન્ડન્ટ/સિવિલ સર્જનનું તબીબી પ્રમાણપત્ર. અહી ક્લીક કરો.
(૬) અરજીપત્રકમાં રમતગમતની લાયકાત ધરાવતા હોવાનું દર્શાવેલ ઉમેદવારોએ સામાન્ય વહીવટ વિભાગના તા.૦૧/૦૮/૧૯૯૦ના ઠરાવના નમૂના મુજબ માન્ય રમતગમતનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર લાવવાનું રહેશે.અહી ક્લીક કરો.
(૭) ઉમેદવાર Ex. Serviceman હોય તે કિસ્સામાં જે તે ખાતા તરફથી ઇસ્યુ કરેલ Discharge Book અને ઓળખપત્ર લાવવાના રહેશે.
ક્રમ નં.(૧) અને (ર) માં દર્શાવેલ પ્રમાણપત્રો તમામ ઉમેદવારોને લાગુ પડે. જયારે ક્રમ નં. (૩) થી (૭)ના પ્રમાણપત્રો જે ઉમેદવારોના કિસ્સામાં લાગુ પડતા હોય તે ઉમેદવારોએ લાવવના રહેશે.
૨. વધુમાં અસલ પ્રમાણપત્રોની ચકાસણી કાર્યક્રમના સ્થળે તારીખવાર/સમય મુજબ જે તે ઉમેદવારોના સીરીયલ નંબર દર્શાવેલ છે. તે મુજબ તેમણે ફરજીયાત હાજર રહેવાનું છે.
૩. પ્રમાણપત્રોની ચકાસણી કાર્યક્રમ સ્થળે કોઇપણ ઉમેદવારની સાથે આવેલ વાલીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં. પ્રમાણપત્રોની ચકાસણી કાર્યક્રમ સ્થળે ઉમેદવારો ધ્વારા મોબાઇલના ઉ૫યોગનો પ્રતિબંધ છે.
૪. ઉમેદવારે પોતાના કોઇપણ આઇડેન્ટીટી પ્રૂફ જેવા કે ડ્રાઇવીંગ લાઇસન્સ, ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ કે પાનકાર્ડ અચૂક સાથે લાવવાનું રહેશે તેમજ તેની ૧ ઝેરોક્ષ નકલ સ્વ-પ્રમાણિત કરી આપવાની રહેશે.
૫. મહિલા ઉમેદવાર જો પરણિત હોય અને અરજી તેમજ પ્રમાણપત્રોના નામમાં વિસંગતતા હોય તો લગ્ન નોંધણી પ્રમાણપત્ર/સરકારી ગેઝેટ કે એફીડેવીટ રજૂ કરવાના રહેશે.
૬. વિધવા ઉમેદવારે પુન: લગ્ન ન કર્યા અંગે સોગંદનામું રજું કરવાનું રહેશે.
૭. જે ઉમેદવારો સરકારી સેવામાં ફિડર કેડરમાં ફરજો બજાવતા હોય તેવા ઉમેદવારોએ તેઓની કચેરી/ખાતાનું નોકરીમાં જોડાયા તારીખ/સમયગાળાનું પ્રમાણપત્ર સાથે લાવવાનું રહેશે.
૮. અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે નિયત તારીખ અને સમયે ઉમેદવાર હાજર નહિ રહે તો ઉમેદવારને "ગેરહાજર" ગણી યાદીમાંથી ગેરહાજર ઉમેદવારનો બેઠક નંબર "કમી" કરવામાં આવશે અને ભવિષ્યમાં આ બાબતનો કોઈ હક્ક દાવો ધ્યાને લેવામાં આવશે નહી. તેની ખાસ નોંધ લેવી. અનિવાર્ય કારણોસર પ્રમાણપત્રોની ચકાસણી કાર્યક્રમમાં હાજર ન રહી શકાય તેવા સંજોગોમાં કારણોના પુરાવા સાથે ઉમેદવારના નજીકના વાલી અસલ પ્રમાણપત્રો સાથે પ્રમાણપત્રોની ચકાસણી કાર્યક્રમમાં હાજર રહી શકશે તથા આવા વાલીએ ઉમેદવારનું સંમતિપત્ર સાથે લાવવાનું રહેશે. સંમતિપત્રનો અહી ક્લીક કરો.
૯. જે ઉમેદવારો અન્યત્ર ફરજો/નોકરી કરતા હોય તથા અત્રે પ્રમાણપત્રોની ચકાસણી માટે હાજર રહેવા ઇચ્છતા ન હોય અને પોતાનો હક્ક જતો કરવા માગતા હોય તેઓએ આ અંગે લેખિતમાં તાત્કાલિક મંડળની કચેરીમાં જાણ કરવાની રહેશે.
૧૦. ઉમેદવારોની પસંદગી તેમના અસલ પ્રમાણપત્રોની ચકાસણીને આધીન રહેશે. ઉમેદવારે રજૂ કરેલ પ્રમાણપત્રો/ દસ્તાવેજોમાં અને ઉમેદવારની અરજીની વિગતોમાં જો કોઇ વિસંગતતા જણાશે તો આ બાબતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ધ્વારા જે કોઇ નિર્ણય કરવામાં આવે તે આખરી અને ઉમેદવારને બંધનકર્તા રહેશે.
૧૧. પ્રમાણપત્રોની ચકાસણી માત્રથી નિમણૂંક માટેનો કોઈ હક્ક આપોઆપ ઉમેદવારને મળી જતો નથી. તેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી. હાલમાં નિયત ૩૫૦ જગ્યાઓ સામે કુલ-૪ર૭ ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવેલ છે. પ્રમાણપત્રોની ચકાસણી બાદ મંડળ દ્વારા કુલ-૩૫૦ ઉમેદવારોની પસંદગી યાદી અને કુલ જગ્યાના ૧૦% ઉમેદવારોની પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવશે.
૧૨. જે ઉમેદવારોએ ૪૦% કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરેલ છે તેઓના રોલ નંબરોની યાદી (લીંક-5 અનેક્ષર -૧ ).અહી ક્લીક કરો.